શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ અંધેરી વેસ્ટ જે ઝાલાવડનગરની બાજુમાં છેલ્લા 60 વર્ષથી અવિરતપણે અંધેરી વેસ્ટમા રહેલા સ્થાનકવાસી જૈન ને એક કડીથી જોડી રાખીને અડીખમ અને અણનમ ઉભો રહેલો છે. આ સંઘ એટલે અંધેરી વેસ્ટનો સૌથી જૂનો સંઘ. આ સંઘ એટલે સમસ્ત સ્થાનકવાસી જૈનના સંપ્રદાયોનો માનીતો સંઘ. જેણે પોતાની શાખ જ્ઞાન, દર્શનની વર્ધમાનતાથી ધારેલી છે. અહીં સામાયિક કરો પ્રતિક્રમણ કરો પોઉષધ કરો કે ધર્મનું કોઈપણ અનુષ્ઠાન કરો સાથે અનેક લોકો જોડાઈ ઉત્સાહ, ઉમંગ અને પ્રેરણા વધારતા જ રહે એવો આ સંઘ. જ્યાં પૂજ્ય સાધુસંતોની વયાવચ્ચ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે. એટલે જ એમના આશિર્વદ ની અમૃતધારા અવિરત આ સંઘ પર વરશે છે. જૈન દીક્ષા અને વડી દીક્ષા કરાવતો જૈન સંઘ. જે સંઘની અંદર સાધર્મિક ભક્તિ, રસોડું અને ચોવિહાર હાઉસ ઉચ્ચ પ્રકારે ચાલે છે. મહિલા મંડળ, જૈનશાળા, સાધર્મિક સહાય, નોટબુક વિતરણ, મીઠાઈ વિતરણ, અનેક વર્ષોથી સંઘના સભ્યોને આકર્ષક લ્હાણું આપવામાં આવે છે. વ્યાખ્યાન બાદ પ્રભાવનાઓ, અનેક ધર્મ આચરણો અને સોશિયલ એક્ટિવિટીઓ જેમ કે જીવદયા, કબુતરને ચણ, બુકબેંક અને હવે તો એજ્યુકેશન ફંડ એમ બધા જ વિભાગોમાં અગ્રેસરતા ધરાવતો સંઘ એટલે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ અંધેરી વેસ્ટ. આપનો પોતાનો, આપના માટે, આપની ધાર્મિક પ્રગતિ કરાવતો સંઘ એટલે અંધેરી સંઘ.
જીનશાસનની શાન વધારતો સંઘ.
સંઘના સભ્યોના વિશિષ્ટ યોગદાનથી શોભતો સંઘ.
જય જિનેન્દ્ર
7208670676
vsjssadh@gmail.com
© SVSJSS-ADH Software.
Designed & Developed by Katalyst Corp.